” ઘરના અભયો નો ઈલાજ કરતા હોય તેવો ઈલાજ અમારો ક્યો છે “
તા: ૧૨-૧૨-૨૦૧૮ નો દિવસ પહેલીવાર ડૉ. સીમાબેન તથા ડૉ. શ્વેતા જોડે મુલાકાત થઈ. ત્યારે મારો તાવ ઓછો થતો ન હતો. ત્યારે ડૉ. સીમાબેન રીપોર્ટ કર્યો ત્યારે માલૂમ પડિયું કે લોહી માં ખરાબી છે. ત્યારે ડોકટરે બોન મેરો કર્યો ત્યાર બાદ ઈકો,સોનોગ્રાફી,એક્સ રે સી.બી.સી તમામ રીપોર્ટ કર્યા પછી નકી થયું કે ૨૮ દિવસ દાખલ થય ને સારવાર લેવી પડશે. સારવાર સમયે ડૉ. સીમાબેન ડૉ. શ્વેતા સતત તેમની હાજરી દરમ્યાન ૧૮ દિવસ માં રિકવરી આવી ગઈ.
અને ડૉ. ના જણાવ્યા પ્રમાણે ૨૮ દિવસ ની ૩ સાયકલ અને ૧૦ દિવસ ની ૧૨ સાયકલ નક્કી થઈ. બીજી સાયકલ અમે મહાયોજના માં લેવાનું નક્કી કર્યું પણ ડૉ. ની સારવાર મને પ્રાઇવેટ કરતા સારી સારવાર મળી. ઘરના અભયો નો ઈલાજ કરતા હોય તેવો ઈલાજ અમારો ક્યો છે. તેમનો સ્વભાવ એમને ખુબ જ સારો લાગ્યો જે પ્રશ્નો પૂછો તેનો જવાબ હસતા હસતા આપે છે. ખીમાં ની સારવાર દરમિયાન શરીર ના કોય પણ ભાગ ને નુકસાન ન થાય તેવી તકેદારી કાળજી પૂર્વક રાખે છે. અત્યારે ૧૦ દિવસ વળી સાયકલ ૭ પૂર્ણ થાય છે.
Recent Comments